રિંગરોડ, જશ માર્કેટ કાપડની ઍક પેઢી સાથે ન્યુ દિલ્હીના વેપારીઍ રૂ. ૩૧ લાખ ૯૦ હજારથી વધુની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોધાઈ છે.
વરિયાવ છાપરાભાઠા રોડ, સ્ટાર ગાર્ડન રેસીડેન્સીમાં રહેતા અજીતકુમાર ધર્મપાલ ઓલપાડ સાયણ ગામ સ્થિત દેલાડ ગામમાં આવેલી મેટલ ફેબ પોલીકોટ્સ નામની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ કંપનીનું તમામ વહીવટી કામકાજ રિંગરોડ, જશ માર્કેટમાં આવેલી ઓફિસમાં થાય છે. આ કંપની સોશિયલ મીડિયામાં પોતાની જાહેરાતો મૂકી કામકાજ કરે છે. આ જાહેરાત જાઈને ન્યુ દિલ્હી સેન્ટર રેલવેની પાસે નંગલરાયામાં આવેલી ભગવતી માર્કેટમાં ઍસ.જે. ઍન્ડ સન્સ નામથી કાપડનો ધંધો કરતા રાજુ ભાખરીઍ મોબાઈલ ફોન ઉપર સંપર્ક કર્યો હતો. ત્યારબાદ રાજીવે અમારી સાથે વેપાર કરશો તો સારો નફો મળશે, તેવી લલચામણી, લોભામણી વાતો કરી અજીતકુમારને પોતાના ઝાંસામાં ફસાવ્યા હતાં. ત્યારબાદ રાજુ ભાખરીઍ અજીતકુમારની કંપની સાથે વેપાર-ધંધો શરૂ કર્યો હતો. શરૂઆતમાં ઉધારમાં માલ લીધા બાદ સમયસર પૈસા ચૂકવી આપી અજીતકુમારનો વિશ્વાસ કેળવી લીધો હતો. ત્યારબાદ રાજીવ કુમારે પહેલી ફેબ્રુઆરીથી ૨૭મી ફેબ્રુઆરી ૨૦૧૯ દરમિયાન રૂ. ૯ લાખ ૮૦ હજારથી વધુનો કાપડનો માલ ઉધારમાં અજીતકુમારની કંપની પાસેથી લીધો હતો. દરમિયાન અજીતકુમારના ભાઈ સતીષ પાસેથી પણ ૧૬મી માર્ચ ૨૦૧૯થી ૨૫મી મે ૨૦૧૯ દરમિયાન રૂ. ૨૨ લાખ ૧૦ હજારનો માલ ખરીદ્યો હતો. આમ, બંને જણાં પાસેથી રૂ. ૩૧ લાખ ૯૦ હજારથી વધુનો ઉધારમાં માલ ખરીદ્યા બાદ રાજીવ ભાખરીઍ સમયસર પૈસા ચૂકવ્યા ન હતાં. અજીતકુમારે પૈસાની ઉઘરાણી શરૂ કરતા વેપારીઓ પાસે માલનાં પૈસા ફસાયા છે. ઍ આવશે ઍટલે હું ચૂકવી આપીશ, તેવી વાતો કરી સમય પસાર કરી રાજીવ દુકાન બંધ કરી ભાગી છૂટ્યો હતો. આ બનાવ સંદર્ભે અજીતકુમારે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.