સુરતના રિંગ રોડ સહારા દરવાજા ખાતે તૈયાર થયેલો મલ્ટી લેયર રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ અને સ્ટેશન વિસ્તાર હોવાને કારણે રિંગ રોડ ફ્લાયઓવર બ્રિજ ખૂબ જ વ્યસ્ત રહે છે. ઍક્સપાન્શનની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે. જે જોઈન્ટ મારવામાં આવ્યા છે. તેનો ક્યોરીંગનો સમય ચાલી રહ્ના છે. મલ્ટીલેયર ઓવરબ્રિજનો સ્ટ્રેન્થન રિપોર્ટ પણ આવવાનો બાકી છે. ત્યારે આજે સ્થાયી સમિતીના અધ્યક્ષે મુલાકાત લઈને બ્રિજને ઝડપથી ખુલ્લો મૂકાશે તેવી વાત કરી હતી.
સુરત શહેરની જીવાદોરી અને ટ્રાફિકથી સતત વ્યસ્ત ઍવા રિંગરોડ ફૂલાય ઓવરબ્રિજની લાંબા સમય બાદ રિપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. રિપેરીંગની કામગીરી કઠીન હોવાથી બ્રિજને બંધ કરીને કામગીરી થઇ રહી છે. હાલ બ્રિજનું રિહેબિલિટેશન અંતર્ગત સુપર સ્ટ્રક્ચર લિફટીંગ સાથે બેરીંગ રિપ્લેસમેન્ટની કામગીરી ચાલી રહી છે. રિપેરીંગની કામગીરી શરૂ કરવા માટે તા.૯ માર્ચથી ૮ મે સુધી બ્રિજ પર વાહન વ્યવહારનો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. શનિવારે સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની સાથે બ્રિજની મુલાકાત લીધી હતી. પરેશ પટેલે બ્રિજનું નિરીક્ષણ કર્યા બાદ જણાવ્યું હતું કે, બ્રિજ નવી આધુનિક ટેકનોલોજીથી બનાવવામાં આવ્યો છે. બ્રિજ ઉપર સૌથી મહત્વના સ્પાન મૂકવાના હતા. તેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ટેકનિકલી સ્પાન મૂકવામાં આવતા હોય છે. તેના જોઈન્ટ માટે ક્યોરીંગનો સમય આપવામાં આવતો હોય છે. જેના કારણે તેની સ્ટ્રેન્થ વધુ મજબૂત થતી હોય છે. આજે બ્રિજની મુલાકાત લેવાનો અમારો હેતુ ઍટલો જ હતો કે, ઝડપથી લોકો માટે આ બ્રિજને ખુલ્લો મૂકી દેવો. જે નવી ટેકનોલોજીથી આ બ્રિજ બનાવ્યો છે. મને ઍવી આશા છે કે, જ્યારે લોકો આવી જ ઉપરથી પસાર થશે ત્યારે યુઍસના કોઈ બ્રિજ પરથી પસાર થતા હોય ઍ રીતનો અનુભવ લોકોને થશે તેવી મને આશા છે.