રાંદેર રોડ ખાતે આવેલી પ્રકાશ મોબાઇલ શોપના સંચાલક દ્વારા હાલમાં જાહેર થયેલા ગુજરાત શિક્ષણ બોર્ડના પરિણામોમાં ધો. ૧૦ અને ૧૨માં ૭૦ ટકાથી માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે બ્લ્યુટુથ સ્પીકર આપવાની જાહેરાત કરાઈ હતી. ત્યારબાદ તેમણે ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓને બ્લ્યુટૂથ સ્પીકર આપ્યા હતાં.
ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા હાલમાં જ ધોરણ-૧૦ અને ૧૨ના પરિણામોની જાહેર કરવામાં આવ્યા છે આ પરિણામમાં સૌથી વધુ સુરતના વિદ્યાર્થીઓઍ ઍ-વન અને ઍ ૨ ગ્રેડ મેળવ્યો છે સાથે સાથે ૭૦ ટકા ની સાથે પણ ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓઍ પરિક્ષા પસાર કરીને સુરતનું નામ સમગ્ર રાજ્યમાં રોશન કર્યું છે શિક્ષણ ક્ષેત્રે સુરતનું નામ રોશન કરનાર ઍવા વિદ્યાર્થીઓને અભ્યાસમાં પ્રોત્સાહન મળી રહે અને ઓનલાઈન શિક્ષણમાં પણ સરળતા રહે તે માટે રાંદેર મોરાભાગલ નજીક આવેલ પ્રકાશ મોબાઇલ શોપના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે નવતર અભિગમ શરૂ કર્યું છે જેમાં બોર્ડની પરીક્ષામાં ૭૦ ટકાથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને બ્લુટુથ સ્પીકર આપવાની જાહેરાત કરી છે જે અંતર્ગત શનિવારે સવાર સુધીમાં ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે બ્લુટુથ સ્પીકર આપવામાં આવ્યા હતા પ્રકાશ મોબાઇલ શોપ ના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરે આ સેવાકીય પ્રવૃતિને સમાજ તરફથી ભારે આવકાર મળી રહ્ના છે