અમરોલી તાપી બ્રિજ પર શનિવારે વહેલી સવારે ઍક યુવક જાળી પર ચડી તાપી નદીમાં છલાંગ લગાવવાનો પ્રયાસ કરી રહ્ના હતો, ત્યારે ત્યાંથી પસાર થતાં બે રાહદારીઓઍ આ જાઈને તેની પાસે દોડી આવ્યા હતાં.
આપઘાત કરવાનો પ્રયાસ કરનાર યુવકનો પગ ખેચીને તેને જાળી પરથી નીચે ઉતારવામાં આવ્યો હતો. રાહદારી યુવાને આપઘાતની કોશિશ કરનાર યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આપઘાતનો પ્રયાસ કરનારા યુવકે ઘરકંકાશથી કંટાળીને નાસીપાસ થઈ આ પગલું ભરી રહ્ના હોવાનું જણાવ્યું હતું. જોકે, રાહદારીઓઍ તેને સમજાવીને પરત ઘરે મોકલી દીધો હોવાનું જાણવા મળ્યું છે.