
બિહારમાં ૪ હાથ અને ૪ પગ સાથે જન્મેલી બાળકીનું કિરણ હોસ્પિટલમાં સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. સોનુ સૂદ કાઉન્ડેશનની મદદથી કિરણ હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જન પ્રેમિથુન કે.ઍન. દ્વારા તેને ઍપિગેસ્ટ્રિક ઇંટરોગસ ટ્વીન હોવાનું નિદાન કરાયું હતું. અઢી વર્ષની ચહુંમુખી કુમારી બિહારના નવાદા જિલ્લાના વારસાલીગંજ પ્રખંડની સોર પંચાયતના હેમદા ગામની રહેવાસી છે.
બાળકીને સોનુ સૂદના કહેવા પર ૩૦મી મેના રોજ સુરતની કિરણ હોસ્પિટલમાં શીફ્ટ કરવામાં આવી હતી. તબીબોની ટીમ દ્વારા ચહુંમુખીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના ડોક્ટર મિથુન અને તેમની ટીમે લગભગ ૭ કલાકમાં સફળ સર્જરી કરી હતી.બાળકીને ૪ પગ, ૪ હાથ છે અને પરિવાર પાસે સારવાર માટે રૂપિયા ન હોવાની વાત સોશિયલ મિડિયા પર વાઈરલ થઈ હતી. આ વાત સોનુ સુદ સુધી આવી હતી. તેથી સોનુ સૂદે બાળકના ઓપરેશનની જાહેરાત કરી હતી. બાળકીની સફળ સર્જરી કરાઈ છે.હોસ્પિટલના ડોક્ટરે કહયું હતું કે, “બાળકીને હજુ થોડા દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે. ત્યારબાદ તે ઍક સામાન્ય બાળકીની જેમ હોસ્પિટલમાંથી બહાર આવશે અને સામાન્ય બાળકોની જેમ જીવી શકશે.” ૮મી જૂન ૨૦૨૨ના રોજ સર્જરી કરવામાં આવી હતી. ઍક કપરું અને કાળજીપૂર્વક ઓપેરશન કરવામાં આવ્યું હતું, પરોપજીવી જોડિયાની મુખ્ય નળીઓને ઓળખવામાં આવી હતી અને કોઈપણ ઈજા કે લોહી વહાવ્યા વિના બાંધી દેવામાં આવી હતી. ઓપરેશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બની નથી. ઓપરેશન સમય લગભગ ૬ કલાકનો હતો. બાળક ભાન અવસ્થામાં આવ્યું અને પોસ્ટ ઑપરેટિવ મોનિટરિંગ માટે તેને આઈસીયુમાં રાખવામાં આવી છે.