
બારડોલીના સ્વરાજ આશ્રમ ગ્રાઉન્ડ ખાતે ૯૪મા બારડોલી દિનની ઉજવણી અંતર્ગત સરગાર ગાથાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સન ૧૯૨૮ના વર્ષમાં અંગ્રેજ સરકાર દ્વારા ખેડૂતો પર લાગુ કરવામાં આવેલ મહેસુલી કર દૂર કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાની હેઠળ ૧૨મી જૂનના દિવસે બારડોલીથી સત્યાગ્રહ શરૂ કરવામાં આવ્યો હતો.
આ ઐતિહાસિક ૧૨મી જૂનના દિવસને બારડોલી દિવસ.. તરીકે ઉજવવામાં આવે છે. બારડોલી દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલી સરદાર ગાથામાં સાહિત્યકાર ઍવા સાંઈરામ દવેઍ સરદાર ગાથાને વર્ણવીને સત્યાગ્રહની યાદો તાજી કરી હતી.