
વાપી જીઆઈડીસી વિસ્તારમાં રૂ. ૮ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ બે ઓવરહેડ ટાંકી અને બિલખાડી ઉપર ફોરલાઈન બ્રિજનું લોકાર્પણ રાજ્યના મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું.
વાપી ઇન્ડસ્ટ્રીયલ ઍસોસિઍશનના સહયોગથી જીઆઈડીસી નોટીફાઈડ ઓથોરિટી દ્વારા રૂ. ૮ કરોડના ખર્ચે જીઆઈડીસી વિસ્તારમાં ૨૦ લાખ લીટરની ક્ષમતાવાળી બે ઓવરહેડ ટાંકી અને બિલખાડી ઉપર ફોરવે બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વીઆઈઍ અને નોટીફાઈડ ઓથોરિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્ના હતાં.