
કોરોનાકાળ સમયથી બંધ પડેલી સુરત-ભુસવાલ ટ્રેન ફરી એક વખત પાટા પર દોડતી થઈ છે. સોમવારે રાત્રે ૧૧.૧૦ કલાકે પીએસીના સભ્ય છોટુભાઈ પાટીલ દ્વારા સુરત-ભુસાવલ ટ્રેનને સુરત રેલવે સ્ટેશનથી લીલી ઝંડી બતાવી તેને પ્રસ્થાન કરાવી હતી.
કોરોનાકાળ દરમિયાન ટ્રેન વ્યવહાર ખોરવાઈ જવા પામ્યું હતું. મોટાભાગની ટ્રેનો બંધ કરવામાં આવી હતી. હાલ કોરોનાં કેસો ઓછા થતાં ટ્રેન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કરવામાં આવી છે, પરંતુ અઢી વર્ષથી સુરત-ભુસાવલ ટ્રેન કોરોનાને કારણે બંધ હતી, તેને ચાલુ કરવા માટે અવારનવાર પરપ્રાંતીય લોકોએ રજુઆત કરી હતી. જેને લઈને રેલવે તંત્ર દ્વારા સુરત-ભુસાવલ ટ્રેન ફરી એકવાર શરૂ કરવામાં આવી છે. સોમવારે રાત્રિના સમયે પી.એ.સી.નાં સભ્ય છોટુભાઈ પાટીલ, ભાજપના નેતાઓ અને કોર્પોરેટરો સહિતનાં લોકો મોટી સંખ્યામાં સુરત રેલવે સ્ટેશન પર હાજર રહ્નાં હતાં. છોટુભાઈ પાટીલ દ્વારા સુરત-ભુસાવલ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાતા પરપ્રાંતીય મુસાફરોમાં ખુશીની લહેર જાવા મળી હતી. આ ટ્રેનમાં બે એ.સી. કોચ જાડવામાં આવ્યા છે. આ પ્રસંગે ભાજપનાં નેતા અને કાર્યકર્તાઓ નારેબાજી કરી ટ્રેનનાં મુસાફરોને આવકાર્યા હતાં.