
સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા શહેરીજનો અને પોલીસ કર્મચારીઓ વચ્ચે વિશ્વાસભર્યુ વાતાવરણ રહે તેવા હેતુથી અલગ અલગ પ્રયોગ કરવામાં આવી રહ્ના છે. શહેરીજનોને સુરક્ષા આપવા માટે અને તેમની સેવા માટે પોલીસ હંમેશા તત્પર છે તેવા મેસેજ આપવાનો પ્રયાસ પોલીસ કમિશનર અજય તોમર દ્વારા કરવામાં આવી રહ્ના છે. જેના ભાગરૂપે અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવી રહ્નાં છે. આજે વહેલી સવારે પોલીસ કમિશનર, ડીસીપી એસીપી અને પીઆઈ તેમજ અન્ય પોલીસ કર્મચારીઓ સાથે મોર્નીંગ વોક કરવા નીકળ્યા હતા. પીપલોદથી વેસુ સુધીના મોર્નીંગ વોકમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જાડાયા હતાં. પોલીસ તંત્રની આવી પહેલને લોકોએ વધાવ્યું છે.
શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ આવે અને લોકો હંમેશા પોતાને સુરક્ષિત અનુભવ કરે તેઓ પ્રયાસ પોલીસ કમિશનર દ્વારા સમયાંતરે કરવામાં આવી રહ્ના છે. થોડા દિવસ અગાઉ મોડી રાત્રે પોલીસ કમિશનર અને તેમના અન્ય કર્મચારીઓ દ્વારા સાઇકલ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્નાં હતું. રાત્રિના સમયે અસામાજિક તત્વો રાહદારીઓને પરેશાન ન કરે તેમજ શહેરીજનોને રાત્રી દરમિયાન પણ પોલીસ સુરક્ષા આપી રહી છે તેઓ વિશ્વાસ મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કેટલાક પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર પોલીસ કર્મચારીઓ દ્વારા નાઈટ પેટ્રોલીંગ સાઇકલ ઉપર કરવામાં આવી રહ્નાં છે. આજે વહેલી સવારે પચાસ કરતાં વધુ પોલીસ કર્મચારીઓ સાથે પોલીસ કમિશનર અજય તોમર પીપલોદથી વેસુ વિસ્તાર સુધી મોર્નીંગ વોક કરવા નીકળ્યા હતા. ઘણી વખત પોલીસ કમિશનરે મોર્નીંગ વોક કરતા હોય છે ત્યારે શહેરીજનો સાથે પણ વાતચીત કરતા હોય છે અથવા તો કેટલાક લોકો જ્યારે પોલીસ કમિશનર તરીકેની ઓળખ થાય છે ત્યારે તેમને તેમના પ્રશ્નોની રજૂઆત કરવા માટે પણ પહોંચી જતા હોય છે. પોલીસ કમિશનરને રજૂઆત થયા બાદ શહેરીજનોના પ્રશ્નોનો ઉકેલ થાય અને તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે કાયદો-વ્યવસ્થા શહેરભરમાં જળવાઈ રહે તે હેતુથી તે દિશામાં પગલાં લેવાનું સૂચન પણ આપવામાં આવી રહ્નાં છે. પોલીસ કમિશનર અજય તોમર દ્વારા આ પ્રકારનાં કાર્યક્રમો કરીને પોલીસ કર્મચારીઓનો પણ ઉત્સાહ વધારવાનો પ્રયાસ કરી રહ્ના છે.