૧૪મી જૂનને વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે વિશ્વ રક્તદાતા દિન નિમિત્તે નવી સિવિલ હોસ્પિટલની નર્સિંગ કોલેજના તાલીમાર્થી વિદ્યાર્થીઓએ ઓલપાડ સામુહિક આરોગ્ય કેન્દ્ર અને રેફરલ હોસ્પિટલ ખાતે તેની ઉજવણી કરી હતી. સમાજમાં જાગૃતિ આવે તે માટે વિશાળ રેલી કાઢવામાં આવી હતી.
ઓલપાડ સરકારી દવાખાનાથી નીકળેલી રેલી મુખ્ય માર્ગ અને અંતરિયાળ વસાહત, વિસ્તારોમાંથી પસાર થઈ બસ સ્ટેન્ડ માર્ગથી ઓલપાડ પોલીસ સ્ટેશન ખાતે સમા થઈ હતી. આ રેલી દરમિયાન રક્તદાનની મજબૂતાઈ અને સહિયારા સાથથી જિંદગીઓ બચાવીએ.. તેવા પ્લે કાર્ડ સાથે વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતાં. લોકોને રક્તદાન સંબંધિત રક્તદાનનું મહત્ત્વ સમજાવતા પોસ્ટરો પણ વહેચ્યા હતાં. આ પ્રસંગે વિવિધ સરકારી કોલેજાનાં પ્રોફેસરો, પ્રિન્સીપલો, નર્સિંગ કોલેજનાં પ્રમુખો, ઉપપ્રમુખો સહિતનાં લોકો મોટી સંખ્યામાં રેલીમાં જાડાયા હતાં.