સુરત ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે કુખ્યાત મનીષ કુકરી ગેîગના ઍક સાગરીતને લોડેડ પિસ્તોલ અને કારતૂસ સાથે ઝડપી પાડી પાંજરે પૂર્યો છે. પોલીસે તેની પાસેથી બે પિસ્તોલ, કારતૂસ વગેરે મળી કુલ રૂ. ૪૦ હજાર ૧૦૦ની મત્તા કબજે કરી છે. જ્યારે પિસ્તોલ આપનાર વ્યક્તિને ડીસીબીઍ વોન્ટેડ જાહેર કર્યો છે.
સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અસામાજિક તત્ત્વો પર ક્રાઇમ બ્રાંચે ખાનગી રાહે વોચ રાખી હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, કુખ્યાત મનીષ કુકરી ગેગનો સાગરીત લોડેડ પિસ્તોલ સાથે સરથાણા વિસ્તારમાં ફરી રહ્ના છે. આ હકીકતના આધારે પોલીસે વોચ ગોઠવી બોટાદ જિલ્લાના ગઢડા સ્વામી તાલુકાના માંડવા ગામના વતની અને હાલ કઠોદરા, ગઢપુર ટાઉનશિપમાં રહેતો કાર્તિક કાંતિ ધાનાણીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની તલાશી લેતા તેની પાસેથી ઍક પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા હતાં. જ્યારે પોલીસે તેની વધુ પૂછપરછ કરતા કાર્તિકે બીજી પિસ્તોલ સરથાણા ગઢપુર રોડ પાસે આવેલા ઍક ખુલ્લા ખેતરની જમીનમાં દાટી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તે પિસ્તોલ પણ કબજે લીધી છે. આમ, પોલીસે રૂ. ૪૦ હજારની કિંમતની બે પિસ્તોલ અને કારતૂસ મળી કુïલ રૂ. ૪૦ હજાર ૧૦૦ની મત્તા કબજે કરી છે. પોલીસે વધુ પૂછપરછ કરતા આ ગેરકાયદેસર હથિયારો સરથાણા રોયલ પાકર્ ઍપાર્ટમેન્ટમાં રહેતા ભાવિન કલ્યાણ નાકરાણીઍ આપ્યા હોવાની કબૂલાત કરતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. જ્યારે કુખ્યાત મનીષ કુકરી ગેગનો સાગરીત ભાવિન ઉર્ફે બાડો નાકરાણી ૧૫ દિવસ પહેલા પોતાના સાગરીત કાર્તિકને મળ્યો હતો, ત્યારે બે પિસ્તોલ અને કારતૂસ કાર્તિકને આપ્યા હતાં, ત્યારથી કાર્તિક બંને પિસ્તોલ સાથે રાખીને ફરતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.