સરથાણા સિલ્વર ચોક નજીક પ્રમુખછાયા સોસાયટીમાં પ્લાસ્ટિકના રો-મટીરિયલના ધંધા સાથે સંકળાયેલા ઍક વેપારી સાથે રૂ. ૮૦ લાખ ૯૪ હજારની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ સરથાણા પોલીસ મથકે નોîધાઈ છે.ï
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના થોરખાણ ગામના વતની અને હાલ કાપોદ્રા કિરણ ચોક સ્થિત રાજેશ્વરી સોસાયટીમાં રહેતા મયુરભાઈ ડાયાભાઈ નાથાણી સરથાણા, સિલ્વર ચોક સ્થિત પ્રમુખછાયા સોસાયટીમાં સાધના પેકર્સ નામથી પ્લાસ્ટિક રો-મટીરિયલ્સની દુકાન ધરાવે છે. ઍક વર્ષ પહેલા રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લાના વતની અને હાલ ગોડાદરા, મા ખોડીયાર ઍપાર્ટમેન્ટમાં રહેતા અને પૂણા, સારોલી ખાતે રાજપુરોહિત ગોડાઉનમાં શ્રી હરિઓમ ઍન્ટરપ્રાઇઝ નામથી ધંધો કરતા નરેશ નાગરમલ સૈની નામના વેપારીઍ મયુરભાઈનો સંપર્ક કર્યો હતો. સમયસર પૈસા ચૂકવી દેવાની બાંહેધરી આપી મયુરભાઈ સાથે વેપાર-ધંધો શરૂ કર્યો હતો. શરૂઆતમાં ઓછી રકમનો માલ લઈ સમયસર પૈસા ચૂકવી નરેશે મયુરભાઈનો વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ તા. બીજી ઓક્ટોબર ૨૦૨૧થી ૧ નવેમ્બર ૨૦૨૧ દરમિયાન મયુરભાઈ પાસેથી અલગ-અલગ ૧૭ બિલો થકી રૂ. ૮૦ લાખ ૯૪ હજારથી વધુની કિંમતનો પ્લાસ્ટિક રો-મટીરિયલનો માલ ઉધારમાં ખરીદ્યો હતો, પરંતુ સમયસર પૈસા ન ચૂકવતા મયુરભાઈઍ ઉઘરાણી શરૂ કરી હતી. તે દરમિયાન નરેશ ખોટા વાયદાઓ કરી માલ સગેવગે કરી ગોડાઉન બંધ કરી ભાગી છૂટ્યો હતો. આ અંગે મયુરભાઈને જાણ થતાં સરથાણા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.