સુરતમાં ટ્રક માલિકે ડ્રાઇવરનો રાજપીપળાથી કારમાં અપહરણ કરી ઢોરમાર મારી પોલીસને હવાલે કર્યા હોવાના પ્રકરણમાં બુધવારે સુરત શહેર ખાતે ટ્રક અને ડમ્પર ચલાવતા ડ્રાઇવરોઍ લિંબાયત નીલગિરી પાસે ધારાસભ્ય સંગીતા પાટીલની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કરી ન્યાયની માંગ કરી છે.
સુરતમાં રહેતા અને ટ્રક ડ્રાઇવર તરીકે નોકરી કરતા બબલુ લિંબાયતમાં વિજય નાગેશ શ્રી નામના માલિકની ટ્રક ચલાવે છે. છેલ્લાં પાંચ છ મહીનાથી વિજયે બબલુïને પગાર આપ્યો ન હતો. જેથી પરિવાર ચલાવવા માટે બબલુને મુશ્કેલી પડી રહી હતી. બબલુઍ બે દિવસ પહેલા ટ્રક માલિક વિજયભાઈ પાસે પગારની માંગણી કરતા તેણે રેતીનો માલ ભરીને તું ગાડી લઈને નીકળ તારો પગાર હું ખાતામાં ટ્રાન્સફર કરી આપું છું, તેમ કહેતા જ બબલુ ટ્રક લઈને નીકળી ગયો હતો. બે દિવસ બાદ રાજપીપળા ખાતે બબલુઍ ગાડી ઊભી રાખી માલિક વિજયભાઈને ફોન કરી પગારની માંગણી કરી હતી, ત્યારે વિજયે પગાર આપવાની ના પાડી દીધી હતી. જેથી બબલુઍ બે દિવસ સુધી રાજપીપળામાં ગાડી ઊભી રાખી હતી. આથી વિજય કારમાં પોતાના સાગરીતો સાથે રાજપીપળા પહોચી ગયો હતો. ત્યાં ડ્રાઇવર બબલુને માર મારી ગંભીર ઇજા પહોચાડી ડિક્કીમાં ગોધી રાખી પોલીસને હવાલે કરી દીધો હતો. આ અંગે સુરત શહેરમાં ટ્રક અને ડમ્પર ચલાવતા ડ્રાઇવરોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ઇજાગ્રસ્ત બબલુને ડ્રાઇવરો તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ ગયા હતાં. બુધવારે ન્યાયની માંગ સાથે ડ્રાઇવરોઍ લિંબાયત નીલગિરી, ધારાસભ્ય સંગીતા પાટીલની ઓફિસ પાસે વિરોધ પ્રદર્શન કર્યો હતો. આજે બબલુ નામના ડ્રાઇવર સાથે આવું થયું છે, કાલે અમારી સાથે પણ આવું થઈ શકે છે. જેથી અમને ન્યાય મળે તે જ અમારી માંગ છે, તેવી માંગણી કરી હતી.