સુરત સિવિલ ગર્વમેન્ટ મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા ઍકાઍક હડતાળ પર ઉતરવાનો નિર્ણય લેતાની સાથે જ દર્દીઓ માટે પણ મુશ્કેલીનો દિવસ રહે તેવી શક્યતા હતી. રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા આરોગ્ય પ્રધાન તેમજ સંબંધિત અગ્ર સચિવ સહિતનાને લેખિતમાં પોતાની માગ મૂકી હતી પરંતુ કોઈ ઉકેલ હજી સુધી આવ્યો નથી. રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા હડતાળ પર ઉતરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ ફરી ઍકવાર ડોક્ટરોઍ કરેલી બેઠક બાદ નિર્ણય બદલી દેવાયો હતો. જોકે, સરકારને ૨ દિવસનું ઍલ્ટીમેટમ અને ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.
વર્ષ ૨૦૧૯ની બેચના તબીબી વિદ્યાર્થીઓ દ્વારા પણ તેમની ૩૬ મહિનાની રેસીડેન્સીમાંથી સૌથી વધુ ૧૭ મહિના કોવિડની સેવામાં આપ્યા હોવાથી તેમને પણ બોન્ડ સેવામાં રાહત મળે તેવી માગણી કરી હતી. આ માટે વિવિધ સ્તરે રજૂઆત પણ કરી હતી, પરંતુ કોઈ હકારાત્મક પ્રતિસાદ ન મળતા આખરે રેસિડેન્ટ તબીબોઍ હડતાળ પર ઉતરવાનો નિર્ણય લેવાયો હતો. વર્ષ ૨૦૧૭ના રેસિડેન્ટ ડોક્ટરોને જે પ્રકારની સુવિધા મળી છે તે પ્રકારની બોન્ડમાં રાહત આપવામાં આવે તેવી પોસ્ટમાં મુકવામાં આવી છે. સિનિયર રેસિડન્ટ ડોક્ટર જીગ્નેશ જણાવ્યું કે અમે સૌ ડોક્ટરો દ્વારા આજે હડતાળ ઉપર ઉતરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ ફરી ઍક વખત બેઠક કરીને આ નિર્ણય મોકૂફ રાખવાનું વિચાર્યું છે. સરકારને અમે બે દિવસનું અલ્ટીમેટમ આપી રહ્ના છે. બે દિવસમાં અમારા પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો અમે સીધા ગાંધીનગર જઇને ઉગ્ર આંદોલન કરીશું. રેસિડેન્ટ ડોક્ટરો પોતાની માગણી કરે છે છતાં પણ સરકાર દ્વારા તેને ગંભીરતાથી લેવાની રહેતી નથી.