અમરોલી વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. તાપી બ્રિજ ઉપર તથા ફ્લાય ઓવર બ્રિજ બનવા છતાં પણ ટ્રાફિકની સમસ્યા હલ થઈ નથી. સવારના સમયે ટ્રાફિકને કારણે લોકોને કલાકો સુધી અટવાવાનો વારો આવે છે. હાલ ચોમાસાની ઋતુ શરૂ થતાં ટ્રાફિકની સમસ્યા વધુ જટિલ બની છે.
સોમવારે બજાર ખુલવાનો દિવસ હોવાથી સવારે ટ્રાફિક જામનાં દૃશ્યો જાવા મળ્યાં હતાં. જેમાં વાહનોની લાંબી કતારોને કારણે ચાલકો પરેશાન થઈ ગયા હતાં. નોકરી-ધંધા પર જવા માટે તેઓને મોડું પણ થયું હતું. આ ટ્રાફિક જામને પગલે કેટલાંક વાહન ચાલકોઍ પોતાનો રોષ પણ પોલીસ તંત્ર પર ઠાલવ્યો હતો. રોજેરોજની ટ્રાફિક સમસ્યા હલ કરવા કરતા પોલીસકર્મીઓ પોતાનાં કામોમાં જ રચ્યાંપચ્યા રહેતા હોય છે.