અગ્નિપથ સેના ભરતી યોજનાના વિરોધમાં સોમવારે કેટલાક સંગઠનોઍ ભારત બંધનું ઍલાન કર્યું છે. તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારોઍ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દીધી છે. જેમાં સુરત શહેરમાં પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતી તકેદારી રાખી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ ટીમોને ખુલ્લી કિટના સાધનો સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકાર દ્વારા અગ્નિપથ સેના ભરતી યોજના બહાર પડાતા જ દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે. દેશનાï ૭ રાજ્યોમાં યુવાનો રસ્તા પર ઉતરી આવી તોફાનો કરી તોડફોડ કરી રહ્નાં છે. આ ઉપરાંત શારીરિક મિલકતો અને વાહનોમાં આગ ચાંપી પોતાનો રોષ ઠાલવી રહ્ના છે. બીજી બાજુ સરકાર અગ્નિપથ સેના ભરતી યોજના રદ કરવાને બદલે તેને મક્કમ રીતે સુધારા વધારા સાથે આગળ લઈ જવાની તૈયારીઓ કરી ચુકી છે. જાકે, તે દરમિયાન દેશનાં કેટલાંક સંગઠનોઍ સોમવારે બંધના ઍલાનની જાહેરાત કરતા રાજ્ય સરકારોને સતર્ક કરી દેવામાં આવ્યા હતાં. રાજ્ય સરકારોઍ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. ખાસ કરીને સુરત શહેરમાં પણ ભારત બંધના ઍલાનના પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીનાં પગલા રૂપે પોલીસ તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પોલીસકર્મીઓને તૈયારીના ભાગરૂપે ઍક કિટï, ટીયરગેસï, હેલમેટ સહિતનાં સાધનો આપવામાં આવ્યા છે. શહેરની શાંતિ ડોહળાય નહી તે માટે પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ પણ શરુ કરવામાં આવ્યું છે. અગ્નિપથ યોજનાને લઈને સુરત શહેરમાં કોઈ મોટો વિરોધ સામે આવ્યો નથી. પરંતુ શહેરની શાંતિ અને સલામતી માટે પોલીસ ઍલર્ટ છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ શરુ કરવામાં આવ્યું છે. ભારત બંધની અસર શહેરમાં જોવા મળી નથી. શહેરમાં જનજીવન રાબેતા મુજબ શરુ છે. શહેરમાં આ મામલે ક્યાય વિરોધ સામે આવ્યો નથી.આ ઉપરાંત મહિલા પોલીસની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. પોલીસ તંત્રઍ તમામ સાધનો સાથે સજ્જ કરી પોલીસની અમુક ટીમોને સ્ટેન્ડ બાય રાખી છે.ઍસીપી ઈશ્વર પરમારે જણાવ્યું કે,પોલીસ દ્વારા સંપૂર્ણ તકેદારીઓ રાખવામાં આવી રહી છે. ૪૦ જેટલા રિઝર્વ પોલીસ કર્મચારીઓને રાખવામાં આવ્યા છે. તેમજ વાહનોની પણ વ્યવસ્થા કરી રાખી છે. રાયોટિંગ કીટ જેમાં ટીયર ગેસના સેલ, સહીત પોલીસ સજ્જ કરવામાં આવી હતી.સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. સુરત શહેરના તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે કે, તેઓ પોતાના વિસ્તારમાં વિશેષ ધ્યાન રાખે કાયદો-વ્યવસ્થા જોખમાય નહિ તે પ્રકારે ઍલર્ટ રહીને તમામ ગતિવિધિઓ ઉપર બાજ નજર રાખે. શહેરમાં શાંતિ અને સલામતી જળવાય તે માટેના તમામ પગલા લેવામાં આવ્યા છે.