સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદ છેલ્લા બે દિવસથી જોવા મળી રહ્ના છે. સાથે તાપી જિલ્લામાં અને ઉપરવાસમાં પણ વરસાદ ખાબકતા તાપી નદીમાં નવા નીર આવ્યા છે. જિલ્લાનાં જળાશયોમાં પાણી છલકાતું દેખાઈ રહ્નાં છે. સુરતના પીવાના પાણીના સ્ત્રોત કોઝ વેની સપાટીમાં નોંધનીય વધારો થયો છે. બપોરના ઍક વાગ્યા સુધી કોઝવેની સપાટી ૫.૪૯ મીટર પર પહોચી ગઈ છે. કોઝવેની ભયજનક સપાટી છ મીટર છે. જા હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ પડશે તો કોઝવે ઓવરફ્લો થવાની શક્યતા દેખાઈ રહી છે. બીજી બાજુ સુરત સહિત જિલ્લામાં વરસાદ છેલ્લા ઍક સપ્તાહની અંદર પણ છૂટો છવાયો તો કેટલીક જગ્યાઍ ધોધમાર વરસી રહ્ના છે. તેના કારણે જળાશયોમાં પાણીના સ્તર વધતા દેખાઈ રહ્ના છે. હાલ કામરેજમાં અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે શહેરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે.
સુરત સહિત જિલ્લામાં અને ઉકાઈના ઉપરવાસમાં વરસાદની શરૂઆત થઈ ચુકી છે. જેને કારણે નદીઓમાં નવા નીરïનો પ્રારંભ થયો છે. સુરત શહેરમાં આવેલા વિયરકમ કોઝવેમાં પણ નવા નીર આવતા તેની સપાટીમાં વધારો નોîધાયો છે. સોમવારે વહેલી સવારે કોઝવેની સપાટી ૫.૩૩ મીટર હતી. ત્યારબાદ બપોરે ૧ વાગ્યા સુધીમાં તેમાં વધારો થયો હતો. હાલ ૫.૪૯ મીટર થઈ છે. વિયર કમ કોઝવેના અપસ્ટ્રીમ અને તાપી નદીના ઉપરવાસમાં વરસાદથી કોઝવેની સપાટીમાં વધારો નોંધાયો છે. છેલ્લા ૧ દિવસમાં કોઝવેની સપાટી ૫ મીટરથી વધીને ૫.૪૯ મીટર પહોંચી ગઇ છે. કોઝવેની ભયજનક સપાટી ૬ મીટર છે. ૬ મીટર ઉપર કોઝવે ઓવરફલો થાય છે. જો આગાહી પ્રમાણે વરસાદ રહેશે, તો કોઝ વે ઓવરફ્લો થતા બંધ કરવાની ફરજ પડી શકે તેવી શક્યતા છે તેમજ સુરત સહિત જિલ્લામાં પણ મેઘરાજા વરસી રહ્ના છે. કામરેજમાં રાત્રિના ૧૨થી સોમવારે બપોરના ૧૨ વાગ્યા સુધી ૬૩ મિમી વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. આ ઉપરાંત ઉમરપાડામાં સવારે ૬થી બપોરના ૧૨ વાગ્યા સુધી બે મિમી, ઓલપાડમાં છ મિમી, માંગરોળમાં ૩ મિમી, સુરત શહેરમાં ૧૪ મિમી અને ચોર્યાસીમાં છ મિમી વરસાદ ખાબક્યો છે. સુરત શહેરના ૮ ઝોનમાં પણ વરસાદ અલગ-અલગ નોધાયો છે, જેમાં સેન્ટ્રલ ઝોનમાં ૭ મિમી, રાંદેરમાં ૫ મિમી, કતારગામમાં ૩ મિમી, વરાછા-ઍમાં ૫ મિમી, વરાછા બી-૩ મિમી, લિંબાયતમાં ૪ મિમી, અઠવામાં ૬ મિમી અને ઉધના ઝોનમાં ૧ ઇંચ વરસાદ ખાબક્યો છે. આમ વરસાદને કારણે શહેરમાં ટ્રાફિક જામનાં દૃશ્યો પણ જાવા મળ્યા હતાં. હાલ ઉકાઈ ડેમની સપાટી ૩૧૫.૭૩ ફુટ પર પહોîચી છે. ઉકાઈમાંથી ઍક હજાર ૫૦ ક્યુસેક પાણી ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્નાં છે.