સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પ્રમુખ વિમલ વ્યાસ સાહેબે શહેર પોલીસ દ્વારા આપવામાં આવેલા ઈ-ચલણનો દંડ વાહન ચાલકો તાકીદે ભરપાઈ કરે તેવી અપીલ કરી હતી.
શ્રી વિમલ વ્યાસ સાહેબે જણાવ્યું હતું કે, શહેર પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનના ભંગ બદલ વાહનચાલકોને આપવામાં આવેલા ઈ-ચલણના દંડની ભરપાઈ કરવામાં આવતી નથી. જેના કારણે આરટીઓ અને શહેર પોલીસ ઉપર કામનું ભારણ વધવાની સાથે આવા કેસો પણ લોક અદાલતમાં આવતા હોય છે. માટે વાહન ચાલકો નિયત કરવામાં આવેલા મહેન્દ્ર કોટાક બેક તથા ટ્રાફિક પોલીસની કચેરી અને પોલીસની વેબસાઈટના માધ્યમથી ઈ-ચલણનો દંડ ભરપાઈ કરે તેમ જણાવ્યું હતું.