સુરત સહિત વિશ્વમાં ૨૧મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મંગળવારે વિશ્વ યોગ દિન નિમિત્તે શહેરમાં ૫૦થી વધુ સ્થળો પર લોકોઍ યોગાઓ કર્યા હતાં.
ખાસ કરીને સુરત વિયરકમ કોઝવે તાપી નદીમાં વર્ષોથી સ્વિમિંગ કરતા ગ્રુપે પણ યોગા કર્યા હતાં. આ ગ્રુપે તાપી નદીની અંદર વિવિધ મુદ્રામાં યોગા કરી વિશ્વ યોગ દિનની ઉજવણી કરી હતી. તેમના આ કૌશલ્યને નિહાળવા લોકોની ભીડ ઉમટી હતી. નદીની અંદર યોગા કરવા માટે આ ગ્રુપે તમામ પ્રકારની તકેદારી પણ લીધી હતી.