પાંડેસરા, ડી માર્ટ સ્ટોર પાસે ઍક ફોરવ્હીલરના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સીધી ડિવાઇડર પર ચડી જતાં અકસ્માત સર્જાયો હતો. જાકે, કારમાં બેસેલા ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો.
અકસ્માતના પગલે આજુબાજુનાં લોકો મદદે દોડી આવ્યા હતાં અને અકસ્માતને કારણે કારને નુકસાન થયું હતું. જાકે, ડી માર્ટ પાસે બીઆરટીઍસ રોડ છે, પણ ત્યાં કોઈ પણ પ્રકારનું સિમ્બોલ કે સિગ્નલ મૂકાવાના કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા હોવાનું જાણવા મળ્યું છે.