મહારાષ્ટ્રના રાજકારણમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે શિવસેનાના વધુ ૪ ધારાસભ્યો મોડી રાત્રે સુરત પહોંચી ગયા હતા. આ ધારાસભ્ય સુરતથી ગુવાહાટી પહોંચ્યાં હતા. આ ધારાસભ્ય શિવસેનાના બળવાખોર નેતા ઍકનાથ શિંદેને મળવાના છે. આજે સવારે સુરત થી ત્રણ જેટલા ધારાસભ્ય ગોવાહાટી રવાના થયા હતા. જ્યારે અન્ય ઍક ધારાસભ્ય હજુ પણ સુરતની હોટેલમાં રોકાયા છે. મંગળવાર અને બુધવારની વાત કરવામાં આવે તો આ બે દિવસ દરમિયાન વધુ ૭ નારાજ શિવસેનાના ધારાસભ્યોઍ સુરતમાં ધામા બોલાવ્યા છે. જ્યારે મંગળવારે ૪૧ જેટલા ધારાસભ્યો ગુવાહાટી રવાના થઇ ચુક્યા છે.
મહારાષ્ટ્રના રાજકારણમાં ચાલી રહેલા ધરતીકંપ ની સ્થિતિ વચ્ચે શિવસેનાના વધુ ૪ ધારાસભ્યો બુધવારે રાત્રે સુરતથી મુંબઈ જવા રવાના થયા હતા અને તેઓઍ સુરતના લી મેરિડિયાન હોટેલ વહેલી સવારે પહોંચી ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર માહિમના ધારાસભ્ય સદા સરવણકર અને કુર્લાના ધારાસભ્ય મંગેશ કુડાલકર અને સંજય રાઠોડ સુરત જવા રવાના થયા છે. ત્રણેય ધારાસભ્યો ગુરુવારે સવારે ૪ વાગે સુરત પહોંચ્યા હતા. તે પછી તેઓને સુરતથી ગુવાહાટી મોકલવામાં આવ્યા હતા.. માનવામાં આવે છે કે આ ધારાસભ્ય શિવસેનાના બળવાખોર નેતા ઍકનાથ શિંદેને મળવાના છે. અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે ઍકનાથ શિંદે સાથે ૪૧ જેટલા ધારાસભ્ય સુરત ઍરપોર્ટ થી ગોવાહટી જવા માટે રવાના થયા હતા જ્યારે બુધવારે શિવસેનાના વધુ ૪ બળવાખોર ધારાસભ્યો સુરત પહોંચ્યા હતા. શિવસેનાના ધારાસભ્ય યોગેશ કદમ, નિર્મલા ગાવિત અને ચંદ્રકાંત પાટીલ સુરત પહોંચ્યા હતા. ત્રણેય ધારાસભ્યો સુરતથી વિશેષ વિમાન થકી ગુવાહાટી રવાના થયા હતા. જયારે મોડી રાત્રે પહોંચેલા અન્ય ૪ ધારાસભ્યોમાંથી ૩ ધરાસભ્યો ગુવાહાટી પહોંચી ગયા છે. અને અન્ય ઍક હજુ પણ સુરત મેરેડિયન હોટેલમાં છે. અગાઉ, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેઍ રાજીનામું આપવાની ઓફર કર્યા પછી મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાલી કર્યું હતું અને પત્ની રશ્મિ-પુત્ર આદિત્ય સાથે ખાનગી નિવાસ માતોશ્રીમાં શિફ્ટ થયા હતા. તે જ સમયે, આના થોડા સમય પહેલા બળવાખોર શિવસેના નેતા ઍકનાથ શિંદેઍ મહા વિકાસ અઘાડીઍ સરકાર પર સહયોગીઓને લાભ આપવાનો આરોપ લગાવ્યો હતો.શિવસેનાના ઍક પછી ઍક ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરેનો હાથ છોડીને ઍકનાથ શિંદેનો સાથ પકડી રહ્નાં છે. મહારાષ્ટ્રથી આસામ જતાં ધારાસભ્યો વાયા સુરત થઈને જઈ રહ્નાં છે. મુંબઈથી સીધી ફ્લાઈટ હોવા છતાં પણ મહારાષ્ટ્રના ધારાસભ્યો સુરત ઍરપોર્ટથી ગુવાહાટી જવાનું પસંદ કરી રહ્નાં છે. ત્યારે આજે સતત ત્રીજા દિવસે વધુ ૩ ધારાસભ્યો સુરતથી આસામ રવાના થયાં હતાં. જેથી મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર પર મુશ્કેલીમાં વધુ મુકાઈ છે.