
રાજ્ય સરકાર દ્વારા આયોજિત રાજ્યવ્યાપી ત્રિદિવસીય ૧૭મા શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨માં પ્રથમ દિવસે કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશ પટેલ જિલ્લાના ઓલપાડ તાલુકાના મૂળદ ગામની પ્રાથમિક શાળા અને કીમ ગામની પ્રાથમિક શાળામાં ઉપસ્થિત રહી જિલ્લાના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.
મૂળદ ગામની શાળામાં ધોરણ-૧ માં ૨૨ અને આંગણવાડીમાં ૩ બાળકોઍ તેમજ કીમ ગામની શાળામાં ૫૬ બાળકો અને આંગણવાડીમાં ૨૦ બાળકોઍ પ્રવેશ મેળવ્યો હતો. મંત્રી મુકેશ પટેલે બાળકો સાથે સીધો સંવાદ કરી સ્વચ્છતા, સ્વાસ્થ્ય, નિયમિત અભ્યાસ કરવાનો સંદેશ આપ્યો હતો અને તેમને બેગ, નોટબુક, ફળો, રમકડાં સહિતની કીટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. ૩ દિવસ સુધીમાં સુરત જિલ્લાના ૦૯ તાલુકાના ૧૧,૯૯૪ બાળકોને ધો.૧ માં પ્રવેશ કરાવવામાં આવશે.