
કીમ-માંડવી રોડ પર સુરત ડિસ્ટ્રિક્ટ બેકના ઍટીઍમ સેન્ટરમાં તસ્કરો ત્રાટક્યાં હતાં. તસ્કરોઍ ઍટીઍમ સેન્ટર તોડી પૈસા ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઍટીઍમમાં પૈસા ન હોવાથી તસ્કરોને મહેનત માથે પડી હતી. જાકે, ચોરી અંગે માંડવી પોલીસે ગુનો નોધી સીસીટીવી ફુટેજના આધારે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
કીમ-માંડવી રોડ ઉપર સુરત ડિસ્ટ્રિક્ટ બેકની તડકેશ્વર શાખાનું ઍટીઍમ સેન્ટર આવેલું છે. રાત્રિના સમયે આ ઍટીઍમ સેન્ટરને તસ્કરોઍ ટાર્ગેટ કરી ત્રાટક્યા હતાં. તસ્કરોઍ ઍટીઍમમાંથી પૈસા ચોરી કરવા માટે તેમાં તોડફોડ કરી હતી. પરંતુ તસ્કરોઍ કરેલી તોડફોડ દરમિયાન ઍટીઍમ મશીનમાં પૈસા ન હોવાથી તસ્કરોની મહેનત માથે પડી હતી. તસ્કરોને ખાલી હાથ ત્યાંથી ભાગવાનો વારો આવ્યો હતો. બીજા દિવસે સવારે ઍટીઍમ સેન્ટરમાં ચોરીની ઘટનાની જાણ સુરત ડિસ્ટ્રિક્ટ બેકના મેનેજરને થતા તેમણે તત્કાલ માંડવી પોલીસને આ અંગે માહિતી આપી હતી. માંડવી પોલીસ ઘટનાસ્થળે પહોચી ગઈ હતી. પોલીસે આજુબાજુ તપાસ કર્યા બાદ સીસીટીવીના ફુટેજા મેળવી ગુનો નોધી તપાસ હાથ ધરી છે.