
સુરત શહેરના કતારગામ અને અડાજણ પોલીસ મથકની હદમાં ધમધતા જુગારïધામો પર પોલીસે છાપા મારી ૧૬ જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતાં. પોલીસે જુગારધામ પરથી મોબાઈલ, રોકડ મળી કુલ રૂ. ૨ લાખ ૯ હજારની મત્તા કબજે કરી છે.
કતારગામ પોલીસે બાતમીના આધારે આંબા તલાવડીની સામે હળપતિવાસના મકાન નં. ૩૮માં ચાલતા જુગારધામ પર છાપો માર્યો હતો. પોલીસે ત્યાંથી મોટાવરાછા, મુરલીધર હાઈટ્સમાં રહેતા કારખાનેદાર કેતન કરમસિંહ ગોળકીયા, કાપોદ્રા વડવાળા સોસાયટીમા રહેતા પ્રકાશ જારસંગ પરમાર, સીમાડા શ્યામનગર સોસાયટીમાં રહેતા કાપડ વેપારી નિલેશ બાબુ લાઠીયા સહિત ૭ જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતાં. પોલીસે તેઓની પાસેથી ૭ મોબાઈલ અને રોકડ મળી કુલ રૂ. ૧ લાખ ૨૧ હજારથી વધુની મત્તા કબજે કરી હતી. જ્યારે બીજા બનાવમાં અડાજણ પોલીસ મથકની હદમાં રાજ કોલોની પાછળ પ્રેરણા ઍપાર્ટમેન્ટની પાસે સુડા આવાસ-૧ની બિલ્ડિંગ નં. ૧૧ના રૂમ નં. ૪૦૧માં ચાલતી જુગાર ક્લબ પર પીસીબીઍ છાપો માર્યો હતો. ત્યારે જુગાર રમાડનાર રવિ અશોક સિસાગીયા, તેની પત્ની સ્મિતા સીસાગિય અને સાથે જુગાર રમનારાં મયૂર પ્રવીણ રાઠોડ, રામનગરમાં રહેતો સાગર ભરત રાઠોડ, પાલનપુર જકાતનાકાï, સંતતુકારામ સોસાયટીમાં રહેતો કેતન દેવજી સોલંકી સહિત ૯ જુગારીઓ જુગાર રમતા પકડાઈ ગયા હતાં. પોલીસે મકાનમાંથી ૮ મોબાઈલ અને રોકડ મળી કુલ રૂ. ૮૭ હજાર ૬૫૦ની મત્તા કબજે કરી આગળની તપાસ પીસીબીઍ અડાજણ પોલીસને સોપી છે.