સુરત શહેર ટ્રાફિક તંત્રમાં ટ્રાફિક બ્રિગેડ તરીકે ફરજ બજાવતા ઍક કર્મીનું માંદગીના કારણે મોત નીપજતા શહેર પોલીસ તંત્ર દ્વારા તેના પરિવારને રૂ. ૭ લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે.
સુરત શહેર ટ્રાફિક તંત્રમાં ટ્રાફિક બ્રિગેડ તરીકે ફરજ બજાવતા મનોજભાઈ યુવરાજભાઈ ઢીવરે છેલ્લાં કેટલાંક સમયથી માંદા હતાં. માંદગીના કારણે તેમનું અવસાન થયું હતું. પરિણામે પરિવારની આર્થિક સંકડામણમાં આવી ગયું હતું. જેથી સુરત પોલીસ કમિશનર દ્વારા પરિવારને આર્થિક સહાય મળે તે હેતુથી પોલીસ તંત્ર દ્વારા રૂ. ૭ લાખનો ચેક તેમના પરિવારને આપવામાં આવ્યો છે. પોલીસ કમિશનર અજય કુમાર તોમરના હસ્તે ઢીવરે પરિવારનાં બાળકોને સારું ભણતર મળી રહે અને બાળકોનાં ઉજ્જ્વલ ભવિષ્ય માટે આર્થિક તકલીફ ન પડે તે હેતુસર ટ્રાફિક ઍજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સહાય આપવામાં આવી છે. આ પ્રસંગે અધિક પોલીસ કમિશનર શરદ સિંગલ, ટ્રાફિક ઍન્ડ ક્રાઇમના નાયબ પોલીસ કમિશનર અનિતાબેન વાનાણી અને ટ્રાફિક ઍજ્યુકેશન ટ્રસ્ટના સેક્રેટરી અશોકભાઈ કાનુનગો હાજર રહ્ના હતાં.