મહારાષ્ટ્રના રાજકારણમાં ચાલી રહેલા રાજકીય દાવપેચ વચ્ચે શિવસેનાના વધુ ૧ ધારાસભ્ય દિલીપ લાંડે સુરત આવીને ગુવાહાટી રવાના થયા હતા. સતત ચોથા દિવસે સુરત મહારાષ્ટ્રના રાજકીય ઘમાસાણનું કેન્દ્ર બન્યું છે. બુધવારે રાત્રે અને ગુરુવારે સવારે શિવસેના ધારાસભ્યો અલગ અલગ માર્ગે સુરત આવ્યા હતા. હવાઈ, રેલવે અને રોડ માર્ગે સતત ચોથા દિવસે પણ શિવસેનાના બાગી ધારાસભ્ય સુરત પહોંચ્યા હતા. સતત ચોથા દિવસે શિવસેનાના ધારાસભ્ય સુરત આવી હવાઈ માર્ગે ગુવાહાટી નીકળી રહ્ના છે. અત્રે ઉલ્લેખનિય છે કે, નારાજ ધારાસભ્યોને સુરત ઉધ્વ ઠાકરેના દૂત બની મનાવવા આવેલા ઍક ધારાસભ્ય પણ બળવાખોર બની ગયા છે. જેને મનાવવામાં ઉદ્ધવ નિષ્ફળ ગયા છે.
સુરતમાં શિવસેનાના બાગી ધારાસભ્યોને સમજાવા પહોંચેલ રવિન્દ્ર ફાટક પણ હવે શિંદે સાથે જોડાઈ ગયા હતા. નારાજ ધારાસભ્યોને મનાવવા માટે પહોંચેલા રવિન્દ્ર ફાટક જ હવે શિવસેનાને છોડીને શિંદે સમૂહ સાથે જોડાયા છે. ગતરોજ રવિન્દ્ર ફાટક, દાદા ભુસે, સંજય રાઠોડ ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા સુરતથી હવે સીધા ગુવાહાટી જવા નીકળ્યા હતા. રવિન્દ્ર ફાટક શિંદેને મનાવવા સુરત આવ્યા હતા. શિવસેનાના નેતા ફાટક શિંદેના પુત્રને ગુરુવારે સવારે જ મળ્યા હતા.સુરતના સોમવારે રાત્રે મહારાષ્ટ્ર સરકારના બાગી ધારાસભ્યો સુરતની હોટેલમાં આવી પહોંચ્યા હતા. આ નારાજ ધારાસભ્યોને મનાવવા ઉદ્ધવ ઠાકરેના નજીકના ગણાતા મિલિંદ નારવેકર અને રવિન્દ્ર ફાટક સુરત પહોંચ્યા હતા. તેમણે સુરતમાં ઍકનાથ શિંદે ખાતે મિટિંગ કરીને ઉદ્ધવ સાથે ફોન પર વાત કરાવી હતી. ગુરુવારે મહારાષ્ટ્ર શિવસેનાના મંગેશ કુંડાલકર, સદા સરવનર અને સંજય રાઠોડ સુરત આવી પહોંચ્યાં હતાં. ડુમસની લી મેરિડિયન હોટલમાં ધારાસભ્યોઍ ટૂંકુ રોકાણ કર્યા બાદ તેમને સુરત ઍરપોર્ટ લઈ જવામાં આવ્યાં હતાં. ત્યાંથી ખાસ વિમાન મારફતે તમામને આસામના ગુવાહાટી મોકલાયા હતાં. જ્યારે બપોર બાદ મહારાષ્ટ્રના કૃષિ મંત્રી દાદા ભૂસે, રવિન્દ્ર ફાટકને સુરતથી ખાસ વિમાન મારફતે ગુવાહાટી મોકલવામાં આવ્યાં હતાં. આશિષ જયસ્વાલ અને દિપક કેશરકર પણ ચાર્ટર મારફતે સુરતથી ગુવાહાટી ઉપડ્યા હતા. જ્યારે આજે ધારાસભ્ય દિલીપ લાંડે સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેન મારફતે સુરતથી ગુવાહાટી જવા રવાના થયા છે.