નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત શહેરમાં ઍક રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીમાં શહેરના નાગરિકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ રેલી અણુવ્રત દ્વારથી શરૂ થઇ હતી જેમાં શહેર પોલીસ કમિશનર પણ જોડાયા હતાં. રેલી અંતર્ગત લોકોને નશાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી.
સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા નશાનો વેપલો કરતા આરોપીઓ સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ લોકો નશાથી દૂર રહે તે માટે વિવિધ કાર્યકમો કરી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્ના છે. જે અંતર્ગત સુરતમાં અણુવ્રત દ્વારથી પાર્લે પોઈન્ટ સુધી નો ડ્રગ્સ ઇન સુરત સિટીના સંદેશા સાથે રેલી યોજાઈ હતી. આ રેલીમાં શહેરના નાગરિકો અને ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ રેલીમાં વિવિધ બેનરો અને પોસ્ટરો થકી લોકોને નશાથી દૂર રહેવા સંદેશો આપવામાં આવ્યો હતો. આ રેલીમાં પોલીસ કમિશનર અજય કુમાર તોમર પણ હાજર રહ્ના હતા. વિદ્યાર્થીઓ અને પોલીસ દ્વારા શહેરીજનોને નશાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત નશાથી થતા નુકશાન અંગે પણ બેનરો દર્શાવવામાં આવ્યા હતા. સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે, ડ્રગ્સ આજની તારીખમાં સમાજમાં ખૂબ મોટું દુષણ છે. તેના વિરુદ્ધમાં સમાજના તમામ નાગરિકોઍ જાગૃત થવાની જરૂર છે. જેથી ડ્રગ્સ રિલેટેડ ઍક્ટીવી શહેરમાં ના ચાલે તે માટે શાળા, કોલેજમાં જનજાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્ના છે. આ મામલે જ આ રેલીનું આયોજન કરાયું છે. જેમાં લોકોને નશાથી દૂર રહેવા સંદેશો અપાયો છે.