કાપોદ્રા, સ્વામીનારાયણ નગર-૨ કલાકુંજ સોસાયટી પાછળ આવેલી નગરપ્રાથમિક શાળામાં શનિવારે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પરંતુ શાળામાં પ્રવેશોત્સવના નામે ગેરપ્રવૃત્તિ ચાલતી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીઍ કાર્યક્રમમાં ખલેલ પહોચાડ્યો હતો. જાતજાતામાં પૂર્વ આરોગ્ય મંત્રી અને ધારાસભ્ય કુમાર કાનાણી તથા ભાજપના કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે માથાકૂટ થઈ હતી. જાતજાતામાં મામલો ગરમાતા પોલીસ દોડી આવી હતી. તેમ છતાં બંને પક્ષ ઍકબીજા સાથે હાથાપાઈ કરી મારામારી કરતા લોકટોળું જમા થઈ ગયું હતું. જાકે, પોલીસે બંને પક્ષનાં સભ્યોને છૂટા પાડ્યા હતાં. આમ આદમી પાર્ટીનાં કાર્યકર્તાઓને નગર પ્રાથમિકની શાળાના કેમ્પસમાં પૂરી ગેટ બંધ કરી દીધો હતો. તેમ છતાં કલાકો સુધી નાટકીય રીતે બબાલ જાવા મળી હતી. જાકે, પોલીસે બંને પક્ષના કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હોવાનું જાણવા મળ્યું છે.
નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતાં રાજ્ય સરકાર દ્વારા સ્કૂલમાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં બાળકોને પ્રવેશ અપાવવા માટેના કાર્યક્રમો શહેરમાં ચાલી રહ્ના છે. શનિવારે કાપોદ્રા સ્વામીનારાયણ નગર-૨ કલાકુંજ સોસાયટી પાછળ વરાછા રોડ પર આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં પૂર્વ આરોગ્ય મંત્રી અને ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જાકે, પ્રવેશોત્સવના નામે ગેરપ્રવૃત્તિ કરાતી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીનાં વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી અને નગરસેવકો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ત્યાં આવી પહોચ્યા હતાં. પ્રવેશોત્સવના કાર્યક્રમમાં ખલેલ પહોચાડી વિરોધ પ્રદર્શન કરતા મામલો ગરમાયો હતો. જાતજાતામાં ભાજપ અને આમ આદમી પાર્ટીનાં કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા અને હાથાપાઈ પર ઉતરી આવતા આજુબાજુનાં લોકો દોડી આવ્યા હતાં. શાળામાં પ્રવેશ લેનાર બાળકોનાં જીવનનું પહેલું પગથિયું માંડ મૂક્યું નથી, ત્યાં તો રાજકીય રંગ બાળકોઍ જાયો હતો. શિસ્તના પાઠ ભણવા માટે આવેલા બાળકોઍ રાજકીય પાર્ટીઓમાં કેટલું શિસ્ત છે તે જાઈ હેબતાઈ ગયા હતાં. આમ આદમી પાર્ટી અને ભાજપનાં કાર્યકર્તાઓ વચ્ચે મારામારીના દૃશ્યો સર્જાયા હતાં. જેમાં ભાજપનાં કાર્યકર્તાઓઍ આમ આદમી પાર્ટીનાં કાર્યકર્તાઓને માર મારી કપડા ફાડી નાંખ્યા હતાં. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ગાડીમાં તોડફોડ કરી નુકસાન કર્યું હતું. આ સમગ્ર ઘટનાને પગલે વરાછા અને કાપોદ્રા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસ માત્ર મૂકપ્રેક્ષક બની બંને પક્ષના લોકોને છોડાવવાનું કામ કર્યું હતું. જ્યારે આપ પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓને શાળાના કેમ્પસમાં ધકેલી દરવાજા બંધ કરી દીધો હતો. તેમ છતાં બંને પક્ષ વચ્ચે શાબ્દિક ગાળાગાળી જાવા મળી હતી, પરંતુ પોલીસે ઍક્શનમાં આવી કાર્યવાહી કરવાને બદલે માત્ર બંને પક્ષને સમજાવવાનું કામ કયુ* હતું. ત્યારબાદ માત્ર બંને પક્ષનાં કાર્યકર્તાઓને બેસાડી પોલીસ સ્ટેશને લઈ ગયા હતાં. આમ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં થયેલી બબાલ શહેરમાં ચર્ચાનું વિષય બન્યું છે. મા શારદાનું મંદિર જાણે યુદ્ધનું મેદાન હોય તે રીતે ઍકબીજાને કાપવા માટે કાર્યકર્તાઓ દોડી રહ્ના હતાં. આગામી દિવસોમાં શિક્ષકો અને બાળકોની સુરક્ષા માટે ખાનગી સિક્યોરિટીïની મદદ લેવી પડે તો નવાઈ નહીં.