
સુરત સહિત રાજ્યમાં આવેલી સરકારી શાળાઓમાં સરકાર દ્વારા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શનિવારે સુરત શહેરમાં કેન્દ્રીય, રેલવે અને ટેક્સટાઇલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ હાજર રહ્ના હતાં. અડાજણ, હોડી ચકલા પાસે આવેલી પાર્વતીબાઈ દેવમણી શંકર વ્યાસ શાળા નં. ૧૫૦ અને શ્રી પ્રીતમમલ મજમુદાર પ્રાથમિક શાળા નં. ૧૫૧ના પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહ્ના હતાં.
બાળકોને શાળામાં કુમકુમ પગલા ભરાવ્યા હતાં. ત્યારબાદ દર્શના જરદોશ અમરોલી બસ સ્ટેન્ડ પાસે આવેલી સંત શ્રી સવિયાનાથ પ્રાથમિક શાળા નં. ૩૦૭ અને ભોગીલાલ ચુનીલાલ પ્રાથમિક શાળા નં. ૧૦૮ ખાતે પ્રવેશોત્સવમાં પણ હાજરી આપી હતી. આમ શાળા પ્રવેશોત્સવા કાર્યક્રમમાં દર્શનાબેન જરદોશની સાથે અન્ય ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ ઉપસ્થિત રહ્ના હતાં. બાળકોને હસતો મોઢે પ્રવેશ કરાવ્યો હતો.