પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી ઍક ડાઇંગ મિલમાં શોર્ટ-સર્કિટને કારણે આગ લાગતા ભાગદોડ મચી હતી. જાકે, કામ કરતા કારીગરો આગ જાઈને બહાર દોડી આવ્યા હતાં. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડે દોડી આવી ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવ્યો હતો. આગને કારણે કેમિકલ, કાપડ વગેરે બળીને ખાખ થઈ ગયું હતું.
પાંડેસરા જીઆઈડીસીમાં પ્રતિભા ડાઇંગ મિલ આવેલી છે. શનિવારે સવારે ડાઇંગ મિલમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ જાઈને ડાઇંગ મિલમાં કામ કરતા કારીગરો બહાર દોડી આવ્યા હતાં. ત્યારબાદ ફાયર બ્રિગેડને જાણ કરાતા લાશ્કરો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડે આગ પર પાણીનો મારો ચલાવી પરિસ્થિતિમાં કાબુમાં લીધી હતી. આગને કારણે કેમિકલ, ડ્રમ, કાપડ વગેરેને નુકસાન થયું હતું. જાકે, આગને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.