સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનના ટીપી સ્કીમ નં. ૧ ખાતે સાકાર થનાર ગાર્ડનનું મેયરના હસ્તે ખાતમુહૂર્તની વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર સહિતનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્ના હતાં.
કતારગામ ઝોનના લાલ દરવાજા સ્થિત વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરની સામે શિવાંજિલ રો-હાઉસની નજીક પટેલવાડી-૧માં બગીચો સાકાર થવાનો છે, જેને લઈને સોમવારે સુરત મહાનગરપાલિકા દ્વારા સાકાર થનાર ગાર્ડનના ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સવારે મેયર હેમાલીબેન બોઘાવાલાના હસ્તે ખાતમુહૂર્તની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર દિનેશ જાધાણી, મ્યુનિસિપિલ કમિશનર બંછાનિધિ પાણીના અધિકારીઓ અને નગરસેવકો ઉપસ્થિત રહ્ના હતાં. પાંચ હજાર ચોરસમીટર જેટલી જગ્યામાં આ ગાર્ડન બનાવવામાં આવશે. કતારગામ વિસ્તારમાં વધુ ઍક સોપાનનો વધારો થયો છે.