મજૂરા વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતાના મત વિસ્તારમાં મોર્નિંગ વોક પર નીકળ્યા હતાં. તે દરમિયાન લોકો સાથે મુલાકાત કરી લોકોને ભાજપમાં જાડાવવા માટેની હાંકલ કરી હતી. હર્ષ સંઘવીઍ મોર્નિંગ ટ્રેક પર આવેલ વડના ઝાડની ડાળી પકડી હીંચકા ખાઈ નાનપણની યાદો તાજી કરી હતી.
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતાના મજૂરા મતવિસ્તારમાં સોમવારે મોર્નિંગ વોક પર નીકળ્યા હતાં. તેમની સાથે કાર્યકર્તાઓ અને નગરસેવકો પણ જાડાયા હતાં. હર્ષ સંઘવીઍ ટ્રેક પર મોર્નિંગ વોક કર્યા બાદ લોકોની હાજરીમાં વડના ઝડની ડાળીઓ પકડ પોતાના નાનપણની યાદો તાજી કરી હતી. તેમની સાથે તેમના કાર્યકર્તાઓઍ પણ હિંચકા ખાધા હતાં. ત્યારબાદ ટ્રેક પર વોકિંગ કરવા આવનાર લોકો સાથે ચર્ચા-વિચારણા કરી તેમને ભાજપમાં જાડાવવા માટેની હાંકલ કરી હતી. લોકોના પ્રશ્નો પણ હર્ષ સંઘવીઍ સાંભળ્યા હતાં. ત્યારબાદ વોર્ડના પ્રમુખો અને કાર્યકર્તાઓ સાથે પણ ટ્રેક પર મુલાકાત કરી હતી.