
રિંગરોડ, વણકર ટેક્સટાઇલ માર્કેટમાં કાપડની દુકાન ધરાવતા ઍક વેપારી પાસેથી પિતા-પુત્ર અને પુત્રીઍ ઍકબીજાની મદદગારીથી રૂ. ૧૧ લાખ ૮ હજારનો કાપડનો માલ ઉધારમાં લીધા બાદ પૈસા ન ચૂકવતા મામલો પોલીસ મથકે પહોચ્યો હતો.
ઉધના, હરિનગર-૩, શુભમ રેસીડેન્સી સોસાયટીમાં રહેતા મનીષભાઈ રાહજીભાઈ ચૌહાણ રિંગરોડ, વણકર ટેક્સટાઇલ માર્કેટમાં કાપડની દુકાન ધરાવે છે. ૨૦૧૯માં ગોડાદરા, ઋષિવિહાર સોસાયટીના વજ્રભૂમિ ઍપાર્ટમેન્ટમાં રહેતા લલિતભાઈ સુરેશભાઈ રામવિલાસ મહેશ્વરી અને મોનિકા મહેશ્વરી નામના ભાઈ-બહેને પિતા સુરેશભાઈને દલાલ તરીકે રાખી મનીષભાઈનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ પોતાના સંતાનો માર્કેટમાં પ્રતિષ્ઠા ધરાવે છે, તેમની સાથે વેપાર કરશો તો નફો થશે, તેવી લોભામણી વાતો કરી મનીષભાઈને પોતાના ઝાંસામાં લીધા હતાં. ત્યારબાદ ત્રણેય જણાંઍ ૨૩ ઓગસ્ટ ૨૦૧૯થી આજદિન સુધી અલગ-અલગ ચલણ બિલથી રૂ. ૧૧ લાખ ૮ હજારથી વધુનો સાડીનો માલ ખરીદ્યો હતો, પરંતુ પૈસા ન આપતા મનીષભાઈઍ ઉઘરાણી શરૂ કરી હતી. ત્રણેય જણાંઍ ઉઘરાણીથી કંટાળી મનીષભાઈને ગાળો આપી હવે પછી ઉઘરાણી કરશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ સંદર્ભે મનીષભાઈઍ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવી હતી. પોલીસે ગુનો નોîધી વધુ તપાસ હાથ ધરી છે.