અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૧૭ વર્ષીય સગીરાને સગરામપુરાના યુવકે લગન્ની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. યુવકે તેણીને ફરવા લઈ જવાના બહાને શરીર સંબંધ બાંધ્યા હતાં. યુવકે સગીરાની મરજી વિરૂદ્ધ તેના વીડિયો ક્લિપ બનાવી લીધા હતાં. ત્યારબાદ સગીરાના અન્ય જગ્યા પર સગાઈ થઈ જતાં પ્રેમીઍ વીડિયો ક્લિપના આધારે યુવતીને બ્લેકમેઇલ કરી વીડિયો વાયરલ કરી તેની સગાવી તોડાવી નાંખ્યા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોધાઈ છે.
સુરતના સગરામપુરા વિસ્તારમાં આવેલી ચોગાન શેરી ખાતે રહેતો જાસીમ સલીમ શેખે ચાર મહિના પહેલા આ જ વિસ્તારમાં રહેતી ઍક ૧૭ વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને જાસીમ શેખ અવારનવાર ફરવા લઈ જતો હતો. તે દરમિયાન તેણી સાથે શરીર સંબંધ બાંધી પોતાની હવસ પણ સંતોષતો હતો. જાસીમે અંગત પળોના વીડિયો ક્લિપ પણ તેણીની જાણ બહાર બનાવી લીધા હતાં. બીજી બાજુ સગીરાના પરિવારજનોઍ તેણીની સગાઈ અન્ય યુવક સાથે કરી દીધી હતી. જેને લઈને જાસીમ અકળાઈ ગયો હતો. ત્યારબાદ જાસીમે પ્રેમિકાને પોતાની સાથે ફરવા લઈ જવા માટે અવારનવાર દબાણ કરતો હતો, પરંતુ તેણીઍ ના પાડતા જાસીમ ઉશ્કેરાઈ ગયો હતો. ત્યારબાદ સગીરાને ધમકી આપતા જણાવ્યું હતું કે, તું મારી સાથે ફરવા નહીં આવે તો તારા લગ્ન જ્યાં નક્કી થયા છે. ત્યાં હું જાણ કરી તારા લગ્ન થવા નહીં દઈશ તેમજ તું મારી સાથે નહીં આવે તો તારા માતા પિતાને જાનથી મારી નાંખીશ. આરોપીઍ સગીરાને મરજી વિરુદ્ધ ડુમસ ફરવા લઈ જઈ લગ્ન કરવાની લાલચ આપી ડુમસ ખાતે વીડિયો ક્લિપ બનાવી લીધી હતી. આ વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી તેની સગાઈ તોડાવી નાખી હતી. આ સમગ્ર મામલે સગીરા અને તેના માતા પિતાઍ ફરિયાદ આપતા અઠવા પોલીસે ગુનો નાંધી વધુ તપાસ હાથ ધરી છે.