
અષાઢ બીજના દિવસે સુરત સહિત રાજ્યમાં ભગવાન જગન્નાથની યાત્રા ધામધૂમપૂર્વક કાઢવામાં આવે છે. સુરતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ઇસ્કોન મંદિરની રથયાત્રા નીકળે છે.
ચાલુ વર્ષે અષાઢ બીજના દિવસે નીકળનારી રથયાત્રાની તૈયારીઓ ઇસ્કોન મંદિરમાં ચાલી રહી છે. મંદિરમાં લગભગ તમામ તૈયારીઓ પૂર્ણ થવાના આરે છે. ખાસ કરીને રથને શણગારવાની કામગીરી ખુબ જ પૂરજાશમાં ચાલી રહી છે.