
વર્ષ દરમ્યાન પ્રોહીબિશનના કરવામાં આવેલ જુદા જુદા કેસોમાં જ કરાયેલા લાખોની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થાનો બુધવારે હજીરા મુકામે નાશ કરવામાં આવ્યો છે.હજીરા અને ઇચ્છાપોર પોલીસ મથકના પીઆઇ સહિત ઍસીપી તેમજ માલતદારની ઉપસ્થિતિમાં લાખોની કિંમતના દારૂના જથ્થા પર પોલીસનું બુલડોઝર ફરી વળ્યું છે.ઍક અંદાજ મુજબ રૂપિયા દસ લાખથી વધુની કિંમતના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં સરકાર ભલે દારૂબંધીની વાત કરતી હોય, પરંતુ આ વાત માત્ર કાગળ સીમિત રહી ગઈ છે.વર્ષે દહાડે લાખો રૂપિયાની કિંમતનો દારૂ શહેર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવે છે.સુરતની હજીરા અને ઈચ્છાપોર પોલીસ દ્વારા પણ છેલ્લા ઍક વર્ષ દરમ્યાન લાખોની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડી આરોપીઓ સામે પ્રોહીબિશન ઍકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.જ્યાં કબ્જે કરવામાં આવેલ લાખોની કિંમતના વિદેશી દારૂના જથ્થાનો બુધવારે હજીરા ખાતે મામલતદાર, ઍસીપી, પીઆઈ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નાશ કરાયો હતો.પોલીસ દ્વારા રૂપિયા દસ લાખથી વધુની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.જે કાર્યવાહી પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને મામાલતદારની હાજરી કરવામાં આવી છે.