કામરેજ, ખોલવાડ ગામ નજીક તાપી બ્રિજ પરથી વહેલી સવારે પ્રેમી પંખીડાઍ નદીમાં છલાંગ લગાવી હતી. જાકે, આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં લાશ્કરો ઘટનાસ્થળે પહોચી ગયા હતા. ફાયર બ્રિગેડે તાપી નદીમાં શોધખોળ કરતા ગણતરીની મિનિટોમાં યુવતીને બચાવી લઈ સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલી હતી. જાકે, બપોર સુધી ફાયર બ્રિગેડે શોધ કરતા યુવકની કોઈ ભાળ મળી ન હતી.
કામરેજ ખોલવાડ ગામ નજીક સ્મશાન ભૂમિ પાસે આવેલા બ્રિજ ઉપરથી વહેલી સવારે પોણાં છ વાગ્યાના અરસામાં ઍક પ્રેમી પંખીડાઍ નદીમાં મોતની છલાંગ મારી હતી. જાકે, લોકોઍ આ દૃશ્યો જાઈ તત્કાળ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડને મેસેજ મળતાં જ લાશ્કરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. તાપી નદીમાં પ્રેમી પંખીડાને શોધવા માટેની કામગીરી શરૂ કરી હતી. ગણતરીની મિનિટોમાં જ યુવતીને સહી સલામત શોધી કાઢી પોલીસની હાજરીમાં સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલી દીધી હતી. ફાયર બ્રિગેડ દ્વારા બપોરના દોઢ વાગ્યા સુધી સતત નદીમાં યુવકની શોધખોળ હાથ ધરાઈ હતી, પરંતુ યુવકની કોઈ ભાળ મળી ન હતી. નદીનાં વહેણમાં યુવક તણાઈ ગયો હોવાની અનુમાન લગાવવામાં આવી રહ્નાં છે.