રિંગરોડ મીલેનિયમ ટેક્સટાઇલ માર્કેટમાં કાપડની દુકાન ધરાવતા ઍક વેપારી પાસેથી દલાલે ૪ બિહાર અને યુપીના વેપારીઓને ઉધાર રૂ. ૭ લાખ ૨૫ હજારથી વધુની મત્તાની સાડીનો માલ અપાવ્યો હતો, પરંતુ પાંચેય જણાઍ સમયસર પૈસા ન ચૂકવી વેપારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી દુકાન બંધ કરી ભાગી છૂટ્યા હતાં.
રાજસ્થાન, નાગોર જિલ્લાના લાડનૂ તાલુકાના મીઠડી ગામના વતની અને હાલ ભટાર રોડ આશિર્વાદ પેલેસમાં રહેતા દિલીપ કુમાર જુગલકિશોર ગાડોદિયા રિંગરોડ મીલેનિયમ ટેક્સટાઇલ માર્કેટમાં રાજકેસરી ડિઝાઇનર નામથી કાપડનો ધંધો કરે છે. ઍક વર્ષ પહેલા ડિંડોલી ખરવાસા રોડ, રાધિકા હોલમાં રહેતા અને માર્કેટમાં પગલી ઍજન્સી નામથી કાપડ દલાલી કરતા બી.ઍમ. તિવારીઍ દિલીપકુમારનો સંપર્ક કર્યો હતો. દલાલ તિવારીઍ પોતાની પાસે બિહાર અને ઉત્તરપ્રદેશમાં મોટી-મોટી કાપડની પાર્ટીઓ છે. તેમની સાથે ધંધો કરશો તો સારો નફો મળશે, તેવી લોભામણી અને લલચામણી વાતો કરી દિલીપકુમારને પોતાના ઝાંસામાં લીધા હતાં. ત્યારબાદ દલાલ બી.ઍમ. તિવારીઍ બિહાર, અનવરપુર, હાજીપુર સ્થિત હરિ કોમ્પલેક્સમાં શ્રી સાંઈ સિન્થેટિક નામથી ધંધો કરતા રંજીતકુમાર સિંહ, યુપી, કાનપુરના શાસ્ત્રીયનગરમાં આર.ઍલ. કલેક્શન નામે ધંધો કરતા હરિઓમ ભાટીયા, તેમની પત્ની અર્ચના ભાટીયા અને ભાટીયા સારીઝ સેન્ટર નામથી ધંધો કરતા ભરત ભાટીયાનો સંપર્ક દિલીપકુમાર સાથે કરાવ્યો હતો. આ પાંચેય જણાંઍ ઍકબીજાની મદદગારીથી સમયસર પૈસા ચૂકવી દેવાની બાંહેધરી દિલીપકુમારને આપી હતી. દિલીપે આ તમામ પર વિશ્વાસ મૂકી તેમની સાથે ધંધો શરૂ કર્યો હતો. તા. ૧૫મી જૂન ૨૦૨૧થી ૧૫મી જુલાઈ ૨૦૨૧ દરમિયાન રૂ. ૭ લાખ ૨૫ હજારથી વધુનો સાડીઓનો માલ ઉધારમાં ખરીદ્યો હતો. દિલીપ કુમારે ટ્રાન્સપોર્ટ મારફતે માલ મોકલી દીધો હતો. જાકે, પાંચેય જણાંઍ સમયસર પૈસા ન ચૂકવતા દિલીપકુમારે ઉઘરાણી શરૂ કરી હતી. આ તમામ ખોટા વાયદાઓ કરી, સમય પસાર કરી દુકાન બંધ કરી ભાગી ગયા હતાં. આ બનાવ સંદર્ભે દિલીપકુમારે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.