કામરેજ તાલુકાના નવી પારડી ગામની સર્વોદય સોસાયટીની આસપાસના બે મકાનોમાં ચાલતા રાંધણ ગેસ સિલીન્ડરમાંથી ગેસ રિફિલિંગ કરવાના ચાલતા કૌભાંડ ઉપર સુરત જિલ્લા ઍસઓજી પોલીસે છાપો મારી ઘર વપરાશના ૬૮ જેટલાં ભરેલા અને ૬૩ જેટલાં ખાલી ગેસ સિલિન્ડર કબજે કર્યા હતાં.
ઍસઓજી પોલીસે ગેરકાયદેસર રીતે સબસિડીવાળા ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી ગેસ કાઢી નાના-મોટાં કોમર્શિયલ બાટલામાં ભરવાનો કારોબાર કરતા બે વ્યક્તિઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.