
માંડવી નગરમાં આવેલી કુમાર શાળામાં રોટરી ક્લબ ઓફ સુરત સીફેસ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક ચોપડા તથા બેગ અને ટિફિન બોક્સ સહિતની શૈક્ષણિક કિટ આપવામાં આવી હતી. રોટરી ક્લબ સી-ફેસ દ્વારા માંડવીની કુમાર શાળાને દત્તક લેવામાં આવી છે.
આ સંસ્થા દ્વારા શાળાનાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રોટરી ક્લબના પ્રમુખ સુરેન્દ્ર ગાંધી તથા સચિવ કામિની શર્મા, રચના મહેશ્વરી, મુરારી સરાફ અને સંગીતા ચૂડીવાલા સહિતનાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્ના હતાં.