
દિલ્હી ખાતે યોજાયેલી નેશનલ કાઉન્સિલ ઓફ ઍજ્યુકેશનલ રીસર્ચ ઍન્ડ ટ્રેનિંગ દ્વારા નેશનલ ઓલમ્પિયાડની સ્પર્ધામાં સુરતના નરથાણ રોડ પર આવેલ સંસ્કારકુંજ જ્ઞાનપીઠ વિદ્યાલયના વિદ્યાર્થી કરણ જાશીઍ ગોલ્ડ મેડલ પ્રા કરી સુરત અને રાજ્યનું નામ રાષ્ટ્રીય કક્ષાઍ રોશન કર્યું છે.
દિલ્હી ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં દેશના ૩૩ રાજ્યોનાં ખેલાડીઓઍ ભાગ લીધો હતો. જેમાં યોગાસનની સ્પર્ધામાં સંસ્કારકુંજ વિદ્યાપીઠના વિદ્યાર્થી કરણ જાશીઍ પ્રથમ ક્રમ પ્રા કરી ગોલ્ડ મેડલ અને ટ્રોફી મેળવી હતી. યોગવીર કરણ જાશીને સંસ્કારકુંજ વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળો દ્વારા અભિનંદન આપી તેની રાષ્ટ્રીય કક્ષાની સિદ્ધિને બિરદાવી હતી.