
તાપી નદીના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ખાડીઓમાં પણ ઘોડાપૂર આવ્યા છે. સુરત જિલ્લામાંથી નીકળતી ખાડીઓ સુરત શહેરમાં થઈને દરિયાને મળે છે. હાલમાં તાપી નદીના ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે ખાડીઓ ઓવરફ્લો થઈ જવા પામી છે.
જેને લઈને ખાડી કિનારાની આસપાસ રહેતા લોકોમાં ચિંતા જાવા મળી રહી છે. શનિવારના રોજ પણ પડી રહેલા ભારે વરસાદને કારણે ખાડીઓ ઓવરફ્લો થતાં પાંડેસરાના પ્રેમનગર ખાતે આવેલી ભેદવાડ ખાડીના બ્રિજ ઉપર મોટી સંખ્યામાં લોકો ખાડીમાં ધસમસતા વહી રહેલા વહેણને જાવા માટે ઉમટી પડ્યા હતાં.