સુરત જિલ્લાના ખેડૂતોના જીવાદોરી ગણાતી ખેતીવાડી ઉત્પાદન સમિતિના વિવાદાસ્પદ ચેરમેન રમણ જાનીઍ પ્રમુખ પદેથી રાજીનામું આપી દેતા સહકારી ક્ષેત્રમાં ખળભળાટ મચી જવા પામી છે. સુરત જિલ્લા ભાજપના પીઠ અગ્રણી અને જિલ્લાના સહકારી ક્ષેત્રની અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા રમણ જાની સુરત ઍપીઍમસીના ચેરમેન તરીકે વર્ષોથી ઍકહથ્થું શાસન ભોગવી રહ્ના હતાં. જેમની સામે ઍપીઍમસીની જમીનને બિનઅધિકૃત રીતે કોમર્શિયલ બાંધકામ માટે આપી દેવા ઉપરાંત ઍપીઍમસીના ડિરેક્ટર પદે નિયમની વિરૂદ્ધ જઈ સભ્યોને સમાવવા સહિતનાં અનેક આક્ષેપો થયા હતાં.
છેલ્લાં કેટલાંક સમયથી ભાજપના આંતરિક જૂથવાદના ઘેરામાં આવી ગયેલા રમણ જાની ભાજપમાંથી હાંસિયામાં ધકેલાઈ ગયા હતાં. જ્યારે તેમનું હરીફ જૂથ તેમને કોઈપણ કાળે રાજકારણ બાદ સહકારી ક્ષેત્રમાંથી પણ દૂર કરવા માટે મરણીયું બનીને તેમના ગેરકાયદેસરના કાર્યો સામે પ્રશ્નો ઉઠાવ્યા હતાં અને હાલમાં જ ઍપીઍમસીનાં ડિરેક્ટરોઍ તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત લાવી હતી. જાકે, આ વિવાદોની વચ્ચે રમણ જાનીઍ બીજી જુલાઈ, શનિવારના રોજ ઍપીઍમસીના ચેરમેન પદેથી રાજીનામું આપી દેતા ઍપીઍમસીનો વિવાદ વધુ વકર્યો હતો અને તેમના રાજીનામાથી ખાલી પડેલ ચેરમેન પદ ઉપર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પોતાના મળતિયાને બેસાડશે, તેવી ચર્ચા સહકારી ક્ષેત્રોમાં ચાલી રહી છે.