સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરીને અવરોધરૂપ ઍવી રૂદરપુરા મ્યુનિસિપલ શોપિંગ કોમ્પલેક્સના દુકાનદારોને આપેલ મનાઈ હુકમ નામદાર હાઈકોર્ટ દ્વારા હટાવી લેવામાં આવતા સુરત મહાનગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્તની સાથે ડીમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી પૂરજાશમાં ચાલી રહી છે.
આ કામગીરીમાં રુદરપુરા મ્યુનિસિપલ કોમ્પલેક્સની દુકાનો પણ વચ્ચે આવતા તેને ખાલી કરવા માટે દુકાનદારોને નોટિસ ફટકારવામાં આવી હતી. જાકે, દુકાનદારો મેટ્રો રેલ પ્રોજેક્ટમાં જતી દુકાનો અટકાવવા માટે હાઈકોર્ટમાંથી સ્ટે લઈ આવ્યા હતાં. જાકે, નામદાર હાઈકોર્ટ દ્વારા લાંબી દલીલો બાદ દુકાનદારોને આપેલ મનાઈ હુકમ હટાવી લેવામાં આવ્યો હતો. જેને પગલે સુરત મહાનગરપાલિકા દ્વારા શનિવારના રોજ પૂરતા સુરક્ષા બંદોબસ્તની સાથે રુદરપુરા સુરત મ્યુનિસિપલ કોમ્પલેક્સનું ડીમોલિશન હાથ ધરાયું હતું.