
સુરત શહેરમાં અવિરતપણે મેઘરાજાની સવારીના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જાવા મળી રહી છે. પાલિકાના પ્રિ-મોનસૂન કામગીરી પણ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે. દર વર્ષે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે, પરંતુ હજુ સુધી પાલિકાઍ કોઈ નક્કર આયોજન કરી આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવ્યું નથી.
ફરી ઍકવાર ઉધના રેલવે સ્ટેશન રોડ પર આવેલી દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ જતાં દુકાનદારો હાલાકીમાં મુકાઈ ગયા હતાં. દુકાનમાંથી લાખો રૂપિયાનો માલ આગોપાછો કરવાની મહેનત માથે પડી હતી. આમ, પાણી ભરાવાના કારણે વેપારીઓમાં પણ રોષ જાવા મળી રહ્ના છે. વરસાદ ધીમો પડતા પાણીનું નિકાલ થઈ જવા પામ્યું હતું, પરંતુ ગંદકીના કારણે રોગચાળો ફેલાય તેવો ભય પણ દુકાનદારોમાં દેખાઈ રહ્ના છે.