સુરત ડિસ્ટ્રિક્ટિ ફુટબોલ ઍસોસિઍશન દ્વારા રવિવારે તારવાડી, સૂર્યા હેલ્થ ક્લબમાં ઍક મીટિંગ મળી હતી, જેનો ઉદ્દેશ્ય સુરતની ફુટબોલ સાથે સંકળાયેલી તમામ ક્લબોના નોધણીની કામગીરી કરવાનો હતો.
કોરોનાકાળ દરમિયાન ફુટબોલની મેચો બંધ થઈ જતાં તેનું સ્તર નીચે આવી ગયું હતું, જેને ફરીથી ઉપર લઈ જવા માટે આ ક્લબોની નોધણી કરવી આવશ્યક બની હતી. ફરી ઍકવાર સુરતનું રાંદેર ગુજરાતના ફુટબોલનું હબ બને તેવી નેમ સાથે સુરત ડિસ્ટ્રિક્ટિ ફુટબોલ ઍસોસિઍશન કામે લાગ્યું છે.