
સોદાગરવાડ ખાતેની સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ ઍજ્યુકેશન સોસાયટી દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા તેજસ્વી તારલાઓ અને શિક્ષકોનો સન્માન સમારોહ અડાજણ ખાતે આવેલા પાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે યોજાયો હતો.
સોદાગરવાડ ખાતેની સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ ઍજ્યુકેશન સોસાયટી દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ૪૦ જેટલા તેજસ્વી તારલાઓ અને ૪૦ જેટલા શિક્ષકોનો સન્માન સમારોહ અડાજણ ખાતે આવેલા પાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે યોજાયો હતો. સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ ઍજ્યુકેશન સોસાયટીમાં પ્રમુખ મહેબૂબભાઈ પલ્લાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોના સન્માન સમારોહમાં અતિથિ વિશેષ મહેમાન તરીકે ભરૂચના ડેપ્યુટી કલેકટર ડૉક્ટર યાસમીન શેખ અને સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ઍચ.ઍચ રાજ્યગુરુ વિશેષ ઉપસ્થિત રહ્ના હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્સાહ વધે અને સમાજ, શહેર, રાજય તેમજ દેશનું નામ રોશન કરે તે હતો.