
સુરત રેલવે સ્ટેશન પર મુંબઈ રેલવે પોલીસનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મુંબઈ રેલવે પોલીસના ૨૫ રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનો સ્વતંત્રતા દિવસની ઉજવણીના સંદેશ સાથે બુલેટ પર નીકળ્યા હતાં. તેઓ દિલ્હી સુધી આવેલ તમામ પોલીસ સ્ટેશનો પર જઈ સ્વતંત્રતા દિવસની ઉજવણીનો સંદેશો આપશે.
બુધવારે સુરત રેલવે સ્ટેશન પર આ જવાનો આવતા તેમનું રેલવે પોલીસ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બેન્ડ પાર્ટી અને ઍલઈડી સ્ક્રીન સાથે લોકોને આ જવાનો સંદેશો આપી રહ્ના છે.