નર્મદા જિલ્લામાં વિદ્યાર્થીઓ માટે પૂરતી ઍસ.ટી. બસની સુવિધા ઉપલબ્ધ નહીં હોવાના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્ના છે. છેલ્લાં કેટલાંક સમયથી નર્મદા જિલ્લાના રાજપીપળા સહિત અન્ય વિસ્તારોમાં નિયમિત બસો દોડાવવાની માંગણી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે.
છતાં પણ ઍસ.ટી. ડેપોના તંત્ર દ્વારા બંધ કરાયેલા રૂટો પર બસ સેવા શરૂ કરવા તેમજ બસો નિયમિત રીતે અવર જવર કરે તે દિશામાં કોઈ કાર્યવાહી નહીં કરાતા વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ વ્યાપી જવા પામ્યો છે. જેને લઈને વિદ્યાર્થીઓ દ્વારા ઍસ.ટી. ડેપો દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.