
સુરતના કલેક્ટર કચેરી ખાતે ભારતીય સેનામાં જાડાવા માટે અગિ્નવીર યોજના અંતર્ગત કેરિયર ગાઇડેન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા યુવાનો માટે અગિ્નવીર યોજના અમલમાં મુકાઈ છે.
આ યોજનામાં યુવાનોને માર્ગદર્શન મળી રહે તે માટે સુરત જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઍરમેન સીલેક્શન સેન્ટરનાં અધિકારીઓ તથા ઇન્ડિયન ઍરફોર્સમાં ૧૦થી વધુ વર્ષ સુધી સેવા આપનાર અધિકારીઓઍ ઉપસ્થિત રહીને ઇન્ડિયન ઍરફોર્સમાં જાડાવા માટે અગિ્નવીર વાયુ અંતર્ગત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.